માંડવીના કોકલિયા માં 75 વર્ષીય વૃદ્ધએ કોઈ અકળ કારણે ગળે ફાંસો ખાઈ લીધો
copy image

માંડવી ખાતે આવેલ કોકલિયામાં 75 વર્ષીય વૃદ્ધએ કોઈ અકળ કારણે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવીના કોકલિયા ગામમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ શિવજીભાઇએ રાત્રીના સમયે પોતાના ઘરનાં આંગણામાં ઝાડ પર લટકી ગળેફાંસો ખાઇ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવની જાણ થતાં જ તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.