ભચાઉમાંથી પાંચ ખેલીઓની અટક
copy image

ભચાઉ ખાતે આવેલ ભવાનીપુરમાંથી પાંચ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના ભવાનીપુર શેરી 14માં જાહેર જગ્યામાં અમુક ઈશમો ગંજીપાના વડે રૂપિયાની હારજીતની રમત રમી રહ્યા હતા તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી પાંચ ખેલીઓને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ જુગારપ્રેમીઓ પાસેથી રોકડ રૂા. 16,300 સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.