નાની ખાખરમાંથી ચાર પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપ્યા

970736623Jugar

copy image

copy image

મુંદ્રા તાલુકાના નાની ખાખરમાંથી ચાર પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ    નાની ખાખરના નાના બસ સ્ટેશન નજીક બપોરના અરસામાં જાહેરમાં અમુક શખ્સો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા. ત્યારે પોલીસે અહીથી રોકડા રૂા. 10,700ના મુદ્દામાલ સાથે પાંચ ખેલીઓને દબોચી લીધા છે. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.