ભુજના કમાગુના ગામની ઉતરાદી સીમમાંથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની મજલ લોડ બંદકસાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજ

અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.રા) અમદાવાદ નાઓ દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રોની પ્રવૃતિ અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ- ભુજનાઓએ ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો શોધી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.એમ.ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓ ને સુચના આપેલ હોઇ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા.

દરમ્યાન આજરોજ તા.૦૯/૦૨/૨૦૨૫ના રોજ એસ.ઓ.જી.ના સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલા તથા પો.હે.કો રઘુવીરસિંહ ઉદુભા જાડેજાનાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી કમાગુના ગામની ઉતરાદી સીમમાંથી આરોપી રમજુ ઉર્ફે ધલુ હુશેન ત્રાયા, ઉવ.૪૦, રહે. ગામ. કમાગુના તા.ભુજવાળાને ઝડપી પાડી તેના કબ્જામાંથી ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની મજલ લોડ બંદુક (અગ્નિશસ્ત્ર) કિ.રૂ.૨,૦૦૦/- ની ઝડપી

પાડી ઉપરોક્ત મજકુર ઇસમ વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ તથા જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

  • પકડાયેલ આરોપીની વિગત-

રમજુ ઉર્ફે ધલુ હુશેન ત્રાયા, ઉવ.૪૦, રહે. ગામ. કમાગુના તા.ભુજ

  • પકડાયેલ મુદામાલની વિગત-

(૧) દેશી બનાવટની મજલ લોડ બંદુક (અગ્નિશસ્ત્ર) નંગ ૦૧, કિ.રૂ. ૨,૦૦૦/-

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-

એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી સાહેબ, એ.એસ.આઇ નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ રઘુવીરસિંહ જાડેજા, રજાકભાઇ સોતા,મહિપતસિંહ સોલંકીનાઓએ સદર કામગીરી કરેલ છે.