મહેસાણામાં એક પરિણીતાએ એસિડ ગટગટાવી લેતા મોત

copy image

copy image

મહેસાણામાં એક પરિણીતાએ એસિડ ગટગટાવી લેતા મોતને ભેટી ગઈ છે. મહેસાણા ખાતે આવેલ વિજાપુરના પરમારવાસમાં ભાવના પરમાર નામની પરિણીતાનું એસિડ ગટગટાવી લેતા મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ પરિણીતાના પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને તેને જીવનનું અંતિમ પગલું ભર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. બનાવની જાણ થતાં જ આ પરિણીતાને તાત્કાલિક હિંમતનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતી. પરંતુ તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.