શિણાયમાં 55 વર્ષીય આધેડે એસિડ પી જઈ મોતને વ્હાલું કરી લીધું
copy image

ગાંધીધામ ખાતે આવેલ શિણાયમાં 55 વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ ગત તા.8/2ના બન્યો હતો. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ શિણાયની પાર્થ રેસીડેન્સી સોસાયટીમાં રહેનાર કાંતીલાલ નામના આધેડ પોતાના ઘરે હાજર હતા.આ આધેડ બીમાર રહેતા રૂમમાં હતા તે દરમ્યાન પરિવારજનો અન્ય રૂમમાં હતા તે સમયે તેઓએ એસિડ ગટગટાવી લીધું હતું.બાદમાં આ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સરવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.