નખત્રાણા પંથકમાં 4.90 લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી કરી તસ્કરો થયા ફરાર

copy image

copy image

નખત્રાણાના રતડિયા, મોટી ખોંભડી, મોટા કાદિયા સીમ વિસ્તારમાંથી એલ્યુમિનિયમ વાયરની તસ્કરી થયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંઆથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરી અંગે હિતેન્દ્રસિંહ સોઢા દ્વારા નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ગત તા. 17/12 થી 9/2 સુધીના સમયગાળા દરમ્યાન નખત્રાણાના રતડિયા, મોટી ખોંભડી, મોટા કાદિયા સીમ વિસ્તારના વીજ ટાવર ઉપરથી એલ્યુમિનિયમ વાયર 10,900 મીટર જેની કિં.રૂા. 4,90,500ની ચોરી કરી કોઈ આજાણ્યા ચોર ઈશમો ફરાર થઈ ગયા છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.