મીસરિયાડાની સીમમાંથી 1.30ના મુદ્દામાલની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

copy image

copy image

ભુજ ખાતે આવેલ મીસરિયાડાની સીમમાંથી રૂા. 1,30,780નો એલ્યુમિનિયમ વાયર સહિતના મુદ્દામાલની ચોરી થઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 26/1ના રાતથી બીજા દિવસની સવાર સુધીના સમયગાળા દરમ્યાન ભીરંડિયારાથી ભોજરડો જતા સીમ વિસ્તારના મીસરિયાડા સીમમાં કંપનીના ટાવરની નજીક લેબર કેમ્પ આગળથી આર્મર રોડના 403 બંડલ કિં.રૂા. 30 હજાર, કંડક્ટર એલ્યુમિનિયમ વાયરના 15થી 40 મીટર ટુકડા, 2.2 કિ.મી. જેટલો વાયર કિં.રૂા. 80,000 અને અન્ય મુદ્દામાલ કિં.રૂા. 20,780 એમ કુલ રૂા. 1,30,780ની ચોરી થઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.