રાજકોટમાં ચારથી વધુ શખ્સોએ બે ભાઈઓને છરીના ઘા ઝીંકી દીધા

copy image

copy image

રાજકોટ ખૂની ખેલ ખેલાયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટના  સામાકાંઠે સંતકબીર રોડ પર આ બનાવ બન્યો છે. અહી બે ભાઈઓને ચારથી વધુ શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલ બંને ભાઈઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન બંનેના મોત થયા હતા. આ અંગે પ્રાથમિક તપાસ દરમ્યાન મકાન ખાલી કરવાના મુદ્દે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.