સુરત ખાતે આવેલ બારડોલીમાં બે બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત ત્રણ ઘાયલ

copy image

સુરત ખાતે આવેલ બારડોલીના વાઘેચા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બારડોલીના વાઘેચા કડોદ માર્ગ પર બે બાઇક સામ સામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કુલ પાંચ લોકો સવાર હતા તેમાંથી એક યુવકનું મોત થયું છે ઉપરાંત અન્ય બે યુવતીઓ તેમજ એક યુવાન ઘાયલ બન્યા છે. જાણવા મળી રહ્યું છે કે, આ બનાવમાં ઘાયલ થયેલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે.