રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત : આધેડ બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત

copy image

સૂત્રો જણાવી રહયા છે રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી બાયપાસ નજીક ટ્રક અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ૫૦ વર્ષીય આધેડનું બનાવ સ્થાને જ મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી બાયપાસ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક રસિકભાઈ સિંધવ નામના ૫૦ વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઉપરાંત બાદમાં ટ્રકમાં આગ ભભૂકી ઉઠતાં ટ્રક બળીને ભશ્મ થઈ હતી. બનાવમાં ટ્રક ચાલક નીચે ઉતરી જવાથી તેનો આબાદ બચાવ થયો હતો.