હેલ્મેટ નિયમ ભંગના 126 કેસ દાખલ

copy image

copy image

હેલ્મેટના નિયમનું પાલન કરાવવા અંગે રાજ્ય પોલીસવડા દ્વારા આપવામાં આવેલ સૂચનાનાં પગલે આજે રાજ્યભરમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, સૂત્રો જણાવી રહ્યા હાથ ધરવામાં કાર્યવાહીમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં હેલ્મેટ નિયમ ભંગના 126 કેસ દાખલ કરવામાં આવેલ છે તેમજ તેમના વિરુદ્ધ દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ છે. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજ્યના નિયમનો અમલ રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે, તે અંગે થઈને તા. 11/2થી રાજ્યની સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે માટે સૂચનાનાં પગલે પોલીસે કાર્યવાહી આરંભી હતી. જેથી હેલ્મેટ ન પહેરેલાઓ વિરુદ્ધ કુલ 36 નિયમ ભંગના કેસ કરી કુલ રૂા. 14,500નો દંડ વસૂલ કરાયો છે. ઉપરાંત પૂર્વ કચ્છમાં જિલ્લા-સિટી ટ્રાફિક પોલીસ દ્વારા એસ.પી. કચેરી, તાલુકા પંચાયત કચેરી, નગરપાલિકાઓની કચેરી, ઇન્કમ ટેક્સ, રેલવે વિભાગ, મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન બહાર કાર્યવાહી કરી 90 એન.સી. કેસ કરી રૂા. 45000નો દંડ વસૂલ કરાયો હોવાનું સામે આવ્યું છે.