ભચાઉના કસ્ટમ ચાર રસ્તા પર મીઠું ભરેલ ડમ્પર બેકાબૂ બનતા દીવાલ પર ધડાકભેર અથડાયું : સદભાગ્યે કોઈ જાનહાની નહીં

copy image

copy image

ભચાઉના કસ્ટમ ચાર રસ્તા પર અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સૂત્રો માથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સાંજના સમયે  ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા વાળાં સર્કલમાં કડોલના રણમાંથી મીઠું ભરીને આવી રહેલું ડમ્પર બેકાબૂ બનતા સામેનાં સર્કલની દીવાલ સાથે ધડાકભેર અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.વધુમાં જાણવા મળી રહ્યું છે કે પગલે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી, તેમજ લોકમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ મોટી જાનહાનિ થાય, તે પૂર્વે જ સુરક્ષા તંત્ર દ્વારા બેફામ ગતિએ દોડતાં ઓવરલોડ વાહનો  સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.