અંજારમાં તપાસ અર્થે ગયેલા પોલીસ કર્મી પર હુમલો : એક મહિલા સહિત ત્રણ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

copy image

સૂત્રો જણાવી રહયા છે, અંજારમાં તપાસ અર્થે ગયેલા પોલીસ કર્મી પર ત્રણ શખ્સોએ હુમલો કરી દીધેલ હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર પોલીસ મથકમાં ફરજ બજાવનાર પોલીસ કોન્સ્ટેબલ ગર દિવસે સાંજે વાહન ચોરીના શકમંદ શખ્સો અંગે તપાસ કરવા ગયેલ હતા.  ત્યારે કોઈ શખ્સ બાઇકના સ્પેર પાર્ટ ખોલી સગેવગે કરવાની પૈરવીમાં હોવા અંગેની માહિતી મળતા આ પોલીસ કર્મી સરકારી હોસ્પિટલ પાછળ તપાસ અર્થે ગયેલ હતા જ્યાં પૂછતાછ કરતાં ઉશ્કેરાઇ ગયેલ આરોપીએ ગાળો આપ્યા બાદ અન્ય  શખ્સ ત્યાં આવી ફરિયાદી પર હુમલો કરી દીધો હતો. આ બંને પિતા પુત્ર હોવાનું સામે આવ્યું છે. બાદમાં બંને પિતા-પુત્રએ પોલીસ કર્મચારી ઉપર પથ્થર વડે હુમલો કર્યો હતો. ઉપરાંત અન્ય મહિલાએ ત્યાં આવી આ રોજનું છે જાનથી  મારી નાખો તેમ કહેતા હતા. આ બનાવમાં ઘાયલ થયેલ પોલીસ કર્મીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો તેમજ આ અંગે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.