રાજકોટના જેતપુરમાં બેફામ ચાલતા  ટ્રક ડ્રાઈવરે એકટીવાને હડફેટે લેતા દંપતી ઘાયલ

acc-logo

copy image

copy image

રાજકોટ ખાતે આવેલ જેતપુરમાં માતેલા સાંઢની જેમ બેફામ ચાલતા  ટ્રક ડ્રાઈવરે એકટીવા પર સવાર યુગલને અડફેટમાં લેતા દંપતીને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ ખાતે આવેલ જેતપુરના મંડલીકપુર ગામ નજીક ધોરાજી નેશનલ હાઈવે પર આ બનાવ બન્યો હતો. અહી ટ્રક ચાલકે જેતપુરના એકટીવા ચાલક દંપતીને અડફેટે લેતા દંપતી રસ્તા પર ફંગોળાયું હતું જેથી બંને  ગંભીર રીતે ઘાયલ થયા છે.