નખત્રાણાના ખોભડી મોટી ગામે દિવ્યાંગ બહેનો માટે સિલાઈ તાલીમ શરુ કરવામાં આવી

આજ રોજ અંધજન મંડળ કે.સી.આર.સી.ભુજ અને સમસારા ગ્રુપ દ્વારા નખત્રાણા તાલુકાના ખોભડી મોટી ખાતે ખોભડી,રસલીયા,રામપર (સર્વા) ના દિવ્યાંગ બહેનોને રોજગારી મળી રહે તે માટે 15 દિવસની સિલાઈ તાલીમ શરૂ કરવામાં આવી આ કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામા આવી જેમા ખોંભડી ગામનાં સરપંચશ્રી ધર્મિષ્ઠાબેન હીરાભાઈ કાપડી,પાટીદાર સમાજના અગ્રણી મણિલાલ પટેલ,મેનેજર અરવિંદસિંહ ગોહિલ,રસલીયા ગામ ના સરપંચ જયંતીભાઈ પરમાર,ઇશ્વરદાન ગઢવી રામપર સરવા ના સરપંચ શ્રી નખત્રાણા લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી રાજુભાઈ પલણ, ખોંભડી ગામના માજી સરપંચ દિલીપસિંહ જાડેજા,ગામ ના. ગ્રેડી નવુભા વિશાજી જાડેજા, અંબાજી મંદિરના ઉપપ્રમુખ મનસુખભાઈ પટેલ,યુવક મંડળ ના પ્રમુખ દયારામભાઈ ચૌહાણ, લોહાણા સમાજના યુવા અગ્રણી દિવ્યેશ પ્રદીપભાઈ સચદે રસલીયા,અમદાવાદથી ખાસ ઉપસ્થિત સિલાઈ ટ્રેનર વિનોદબાલાબેન વગેરે દ્વારા કરવામા આવી. ત્યારબાદ સંસ્થાના મેનેજર અરવિંદસિંહ ગોહિલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું .અંધજન મંડળ ના ડેપ્યુટી ડાયરેક્ટર ભરતભાઈ જોશી એ ઓનલાઈન જોડાઈને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સમસારા ગ્રુપના સી.ઈ.ઓ મુકેશભાઈ ઓઝા સાહેબે દિવ્યાંગ બહેનોને આ તાલીમ દ્વારા આત્મનિર્ભર બનવાનો શુભસંદેશ પાથવ્યો હતો. ખોંભડી પાટીદાર સમાજના અગ્રણી મણીભાઇ પટેલ અંધજન મંડળ ની કામગીરીને બિરદાવી હતી. રસલીયા ગામના સરપંચશ્રી જયંતીભાઈ પરમારે તમાંમ બહેનોને તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કરી સ્વરોજગાર મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ તાલીમમાં 3 લૉ વિઝન બહેનો, 4 શ્રવનમંદ બહેનો અને 8 અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા બહેનો જોડાયેલા છે. આ તાલીમ પૂર્ણ થતા તેમને ઉષા કંપનીના મોટરાઈઝ મશીન અર્પણ કરવામા આવશે જેથી તેઓ ઘરેથી સિલાઈ કામ કરી રોજગારી મેળવી શકશે અને આત્મનિર્ભર બનશે. આ તાલીમ લીધેલ15 દિવ્યાંગ બહેનોને સિલાઈ મશીન સાથે સર્ટીફિકેટ પણ આપવામા આવશે જેથી સરકારી યોજનાઓનો લાભ મળી શકશે. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રી નખત્રાણા લોહાણા મહાજનનાં પ્રમુખ રાજુભાઈ પલણ એ કર્યું હતું અને સંસ્થાના કોર્ડીનેટર મંજુલાબેન મારવાડા અને ખોભડી ગામના કોઠારી જગદીશભાઈ, કાંતિલાલભાઈ વાડીયા,વિજયભાઈ ભગત, શિવજીભાઈ સીજુ,લાલજીભાઈ રવાણી,મહેશભાઈ જોશી, મેમુનાબેન હિંગોરજાએ આયોજનમાં સહયોગ આપ્યો હતો. ગામના મહિલા આશા બહેનો તેમજ આંગણવાડીની બહેનો દાફડા લક્ષ્મીબેન,દાફડા ડાહીબેન, વાઘેલા નર્મદાબેન,હજામ કુલસુમબેન,જોશી જયશ્રીબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ મનસુખભાઇ પટેલે કરી હતી.