ખેડોઇ ગામમાં 23 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

અંજાર તાલુકાના ખેડોઇ ગામમાં 23 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખેડોઇના વાડી વિસ્તારમાં રહેતા રાહુલ શેખ નામના યુવાને જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. હતભાગી યુવાન પોતાના રૂમ પર હાજર હતો તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ મોતને ભેટી ગયો હતો. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.