અંજાર-ગાંધીધામ ધોરીમાર્ગ પર એલ.પી.જી. ભરેલ ટેન્કર પલ્ટી જતાં ધોડદામ મચી

copy image

અંજાર-ગાંધીધામ ધોરીમાર્ગ પર એલ.પી.જી. ભરેલ ટેન્કર પલ્ટી મારી જતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત મોડી રાત્રે અંજાર-ગાંધીધામ ધોરી માર્ગ પર 18 ટનની ક્ષમતાવાળા અને એલ.પી.જી. ભરેલ ટેન્કર પલટી મારી ગયું હતું. આ બનાવમાં વાહનની કેબિન અને ટાંકાના વચ્ચેના ભાગે આવેલી બકલ તૂટી જતાં પાછળનો ટાંકો ટેન્કરની કેબિનમાં આવી ભટકાયો હતો અને બાદમાં પલ્ટી ગયેલ હતો.આ બનાવ અંગે અગ્નિશમન દળોને જાણ કરવામાં આવતા તેમની ટીમે પાણી મારો ચલાવી ટેન્કરને ઠંડુ રાખ્યું હતું. ઉપરાંત ઇ.આર.સી.ના કર્મીઓએ ચુનાવાળા કપડા ટેન્કર પર લગાવ્યા હતા. બાદમાં ક્રેનની મદદથી પલ્ટી ગયેલા ટેન્કરને ઊભું કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે બાદમાં બે ક્રેઇન વડે આ ટેન્કરને ઊભું કરાયું હતું.