નાના દિનારા ગામમાં ટ્રેક્ટર હડફેટે 14 વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો

નાના દિનારા ગામમાં ટ્રેક્ટર હડફેટે 14 વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો હોવાનો બનાવ સામે સપાટી પર આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  નાના દિનારા ગ્રામ પંચાયતની નજીક આ બનાવ બન્યો હતો. અહી ટ્રેક્ટરના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી બાળકને હડફેટમાં લેતા આ બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જાણવા મળી રહયું છે કે ગંભીર ઇજાઓના પગલે આ બાળકનું મોત થયું છે. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.