દારૂ કૌભાંડના પ્રકરણમાં એક IAS અધિકારીના જામીન મંજૂર કરતાં સુપ્રીમે કહયું, ‘આરોપીને કોઈપણ બહાને જેલમાં ના રાખી શકો’

copy image

સૂત્રો જણાવી રહ્યા છે સુપ્રીમ કોર્ટે EDની કાર્યપદ્ધતિના અભિગમ સામે નારાજગી જાહેર કરી છત્તીસગઢ દારૂ કૌભાંડના પ્રકરણમાં એક IAS અધિકારીના જામીન મંજૂર કર્યા છે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કોર્ટ દ્વારા ઈડીને જણાવાયું કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટણો દુરુપયોગ કરી અને કોઈ પણ આરોપીને જેલમાં જાણી જોઈને રાખી શકાતો નથી.

 જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેન્ચે છત્તીસગઢ દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરીંગ કેસમાં આરોપીની જામીન અરજીની સુનાવણીના સમયે આ જણાવ્યુ હતું. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આરોપી શખ્સની 8 ઓગસ્ટ, 2024ના રોજ અટક કરવામાં આવી હતી ત્યારથી કસ્ટડીમાં છે. જ્યારે હાઈકોર્ટે ફરિયાદની નોંધ લેતા સેશન્સ કોર્ટના આદેશને રદ કર્યો હતો.