ચેક પરત ફરવાનાના કેસમાં કોર્ટે સજા ફટકારી તો આરોપીએ કોર્ટમાં જ કર્યો આપઘાતનો પ્રયાસ

ચેક પરત ફરવાનાના કેસમાં કોર્ટે સજાનો હુકમ ફટકારતાં આરોપી શખ્સે કોર્ટ સંકુલમાં જ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરેલ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી મનીષની મુદ્દત હોતાં તે કોર્ટમાં આવેલ હતો, જ્યાં અદાલતે તેને તકસીરવાન ઠેરવી સજાનો હુકમ કરતાં આરોપીએ કોર્ટ પરિસરમાં જ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે બાદમાં આ શખ્સને સારવાર અર્થે  હોસ્પિટલ લઈ જવામાં  આવેલ હતો. આ અંગે આગળની વધુ તપાસ હાથ ધરવામાં  આવી છે.