ભરૂચના દહેજમાં સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત

copy image

copy image

 ભરૂચ ખાતે આવેલ દહેજમાં બસ, ટેમ્પો અને કાર વચ્ચે સર્જાયેલ ટ્રિપલ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ દહેજ ખાતે રિલાયન્સ ટાઉનશિપ અને SEZ-1ના ગેટ નજીક ખાનગી બસ, આઇશર ટ્રક, અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ઇકો કારમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.