અંજારમાં સામાન્ય મામલે એક યુવાન પર ચાર શખ્સોએ હુમલો કરી દેતાં ફરિયાદ નોંધાઈ
copy image

અંજારમાં સામાન્ય મામલે એક યુવાન પર ચાર શખ્સોએ હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારની ઓક્ટ્રોય ચોકી નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં આ બનાવ બન્યો હતો. અંજારના હેમલાઈ ફળિયામાં રહેનાર ફરિયાદી સુલ્તાન હુસેનશા શેખ નામાના શખ્સે આ મામલે પોલીસે મથકે ફરિયાદ નોંધાવેલ છે. જે અનુસાર ફરિયાદી ગત દિવસે પોતાની નોકરી પર ગયેલ હતો. તે દરમ્યાન તેના પત્નીને તકલીફ થતાં હોસ્પિટલ લઈ ગયેલ હતો. જ્યાં તબીબ સાથે વાત કરતા સમયે ત્યાં બેઠેલા શખ્સને ફરિયાદીનો હાથ અડી જતાં તે શખ્સે ગાળો આપી હતી. બાદમાં આ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો, બાદમાં અન્ય આરોપી શખ્સો ત્યાં આવેલ હતા અને હોસ્પિટલમાં આવી ફરિયાદીને માર માર્યો હતો.જાણવા મળી રહ્યું છે કે આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ અંગે આગળની વધુ તપાસ આરંભી છે.