સુરત ખાતે આવેલ ડિંડોલીમાં મેન્ટેનન્સ અને હિસાબ-કિતાબ મામલે મારપીટ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

humlo

copy image

humlo
copy image

સુરત ખાતે આવેલ ડિંડોલીમાં મેન્ટેનન્સ અને હિસાબ-કિતાબનો મામલો મારપીટ સુધી પહોંચ્યો હતો, જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સગુન સોસાયટીમાં વર્તમાન પ્રમુખ અને  તેમના દીકરાએ પૂર્વ પ્રમુખ પર હુમલો કરી દીધો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે ફરિયાદી એકટીવા પર દુકાન નજીક પ્રવેશતા જ સાતથી આઠ લોકોએ તેમને ઘેરી લઈ હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.