અબડાસા ખાતે આવેલ લઠેડી નજીક બાઇક સ્લીપ થતાં ગામના જ આધેડનું મોત
copy image

અબડાસા ખાતે આવેલ લઠેડી નજીક બાઇક સ્લીપ થતાં ગામના જ મનુભા વંકાજી જાડેજા નામના આધેડનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રે મનુભા પોતાની બાઇક લઇને પોતાની વાડીએથી ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે લઠેડી નજીક જ માર્ગમાં તેમની બાઇક સ્લીપ થતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત થયેલ આધેડને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા પરંતુ સરવાર પૂર્વે જ તેઓએ અંતિમ શ્વાશ લીધા હતા. આ બનાવ અંગે આગળની વધુ તપાસ આરંભી છે.