ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નાના દિનારા ગામે થયેલ બકરા ચોરી કરેલ આરોપીને ગણતરીના દિવસોમા મુદામાલ સાથે પકડી પાડતી ખાવડા પોલીસ

પશ્ચિમ કચ્છ જીલ્લાના વિસ્તારમા મિલકત સબંધી ગુનાઓને શોધી કાઢવા માટે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ ભુજ તથા વિકાશ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ, તથા રવિરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ ભુજ તથા એમ.જે.ક્રિશ્ચિયન સાહેબ ઇ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ ભુજ, નાઓએ આવી પ્રવુતિને ડામવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને શ્રી વી.બી.પટેલ પોલીસ ઇન્સ્પેકટર ખાવડા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન મુજબ આજરોજ પો.સબ.ઇન્સ. એન.જે.ભગોરા, તથા એ.એસ.આઇ. મેધરાજભાઈ મંગલભાઇ ગઢવી તથા પો.હેડ.કોન્સ. મહેશભાઇ જોઇતાભાઇ પરમાર, તથા પો.હેડ.કોન્સ. પ્રધ્યુમનસિંહ જલાભાઇ વાઢેર તથા પો.કોન્સ. રમેશભાઇ રૂપશીભાઇ પ્રજાપતિ નાઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીગમા હતા તે દરમ્યાન પો.કોન્સ. રમેશભાઇ રૂપશીભાઇ પ્રજાપતિ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ગઇ તા.10/02/2025 ના રાતના 10 નંગ જે બકરાની ચોરી થયેલ હતી તે બકરાને લઇને સાબીર અજીજ સમા રહે- નાના દિનારા તા.ભુજ, વાળો પોતાના છોટાહાથી રજી. નંબર જી.જે.12-બીટી-9010 વાળામાં લઇને નિકળેલ છે તેવી ભરોસા લાયક બાતમી હકીકત મળતા ખાવડા ઝહીરવાસ પાસે આવેલ વળાંક પર ઉભા રહી બાતમી હકીકત મુજબનો છોટાહાથી આવતો હોય જેને રોકાવી તમામ સ્ટાફ દ્વારા કોર્ડન કરી છોટાહાથી ચાલકની નીચે ઉતારી છોટાહાથીન ઠાઠામાં જોતા 10 નંગ બકરા ભરેલ હોય જે બકરા બાબતે યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા પોતે સહ આરોપી સાથે મળી બકરા ચોરી કરેલ હોવાની કબુલાત કરતો હોય જેથી સદર ગુના કામે અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ ઇસમ

(1) સાબીર અજીજ સમા રહે- નાના દિનારા તા.ભુજ,

પકડવાનો બાકી આરોપી

(1) મુસ્તાક વાયદ સમા રહે- નાના દિનારા તા.ભુજ,

કબ્જે કરેલ મુદામાલ

(૧) બકરા નંગ-10 કિ.રૂ.-30,000/-

(2) છોટા હાથી રજી.નંબર- જી.જે.12-બીટી-9010 કિ.રૂ.-3,00,000/-

(3) વિવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-01 કિ.રૂ.-1,000/-

કુલ્લે મુદામાલ :- 3,31,000/-

ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર વી.બી.પટેલ સાહેબ તથા પો.સબ.ઇન્સ.

એન.જે.ભગોરા, તથા એ.એસ.આઇ. મેધરાજભાઈ મંગલભાઇ ગઢવી તથા પો.હેડ.કોન્સ. મહેશભાઇ જોઇતાભાઇ પરમાર, તથા પો.હેડ.કોન્સ. પ્રધ્યુમનસિંહ જલાભાઇ વાઢેર તથા પો.કોન્સ. રમેશભાઈ રૂપશીભાઇ પ્રજાપતિ, પો.કોન્સ. જગદીશભાઇ જૈવતભાઇ ચૌધરી, તથા પો.કોન્સ. ગોપાલભાઇ પાલુભાઇ ગઢવી તથા પો.કોન્સ. રઘુવિરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા આ કામગીરીમાં જોડાયેલ હતા.