ગાંજાના ૧.૦૭૩ કિલો મળી કુલ કિ.રૂ ૨૩૩૭૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી એન.ડી.પી.એસ.એકટ હેઠળ કાર્યવાહી કરતી મુંદરા મરીન પોલીસ

હાલમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગરનાઓ દ્વારા કેફી અને માકદ પદાર્થોના સેવનની પ્રવ્રુતિ નેસ્ત નાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થના સેવન હેરફેર, વેપારની પ્રવ્રુતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અનવ્યે પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ એન.ડી.પી.એસ.ની પ્રવૃતી સાથે જોડાયેલ ઇસમો વિરુધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જેથી એન.ડી.પી.એસ. ની બદી સદંતર નાબુદ કરવા પોલીસ ઈન્સ્પેકટરશ્રી પી.કે.રાડાનાઓએ તાબાના કર્મચારીઓને સુચના તથા માર્ગદર્શન આપેલ હોઇ જે આધારે મુંદરા મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કાર્યરત હતા.
દરમ્યાન ગઈકાલ તા.૧૪/૦૨/૨૦૨૫ ના રોજ મુંદરા મરીન પોલીસ સ્ટેશનના પ્રો.એ.એસ.આઈ. પિનાઝબેન સતારભાઇ દલવાણી તથા એ.એસ.આઇ હરેશભાઇ મેધરાજભાઇ ગઢવી નાઓને મળેલ સયુકત બાતમી આધારે અકબરી પીર મસ્જીદ બાજુમાં લુણી તા.મુંદરા ખાતે બે ઇસમો પોતાના કબ્જાના મકાનમાં ગેરકાયદેસર વેચાણ અર્થે માદક પદાર્થ ગાંજાના જથ્થા રાખેલ હોય અન્વયે બે ઇસમોને ઝડપી પાડી એન.ડી.પી.એસ.એકટ હેઠળ સરાહનીય કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં મુંદરા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.કે.રાડા તથા પો.હેડ.કોન્સ હરીભાઇ ડોશાભાઇ ગઢવી તથા પો.હેડ.કોન્સ રમેશભાઇ ઇશ્વરભાઇ રબારી તથા પો.હેડ.કોન્સ પ્રકાશભાઇ અરજણભાઇ વજીર તથા પો.હેડ.કોન્સ ભરતભાઇ વજાભાઇ ચૌધરી તથા ડ્રા.પો.કોન્સ ગીરીશભાઇ માવજીભાઇ વેણ તથા પો.કોન્સ રામજીભાઇ કોરાભાઇ રબારી એ રીતેના પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા.
પકડાયેલ આરોપીઓ
(૧) સુલતાન મામદ ઉનડ ઉ.વ.૪૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.અકબરી પીર મસ્જીદ બાજુમાં લુણી તા.મુંદરા
(૨) મજીદ મામદ ઉનડ ઉ.વ.૩૫ ધંધો.ડ્રાઇવીંગ રહે. અકબરી પીર મસ્જીદ બાજુમાં લુણી તા.મુંદરા
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) માદક પદાર્થ ગાંજાનો જથ્થો જેનું વજન ૧.૦૭૩ ગ્રામ કિ.રૂ.૧૦૭૩૦/-
(૨) ત્રણ મોબાઈલ ફોન કિ.રૂ.૧૧,૦૦૦/-
(૩) એક સફેદ કલરનો ડીજીટલ વજન કાંટો કિ.રૂ.૦૦/-
(૪) એક જીપ લોક વાળી કોથળીના પેકેટ નંગ કિ.રૂ.00/-
(૫) ભારતીય ચલણ રોકડ રકમ કુલ રૂ.૧૬૪૦/- એમ કુલ્લે કિ.રૂ. ૨૩૩૭૦/- નો મુદામાલ