છેતરપિંડીના કેસમાં સંડોવાયેલ અને છેલ્લાં ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી અમદાવાદથી દબોચાયો

copy image

copy image

છેતરપિંડીના કેસમાં છેલ્લાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પૂર્વકચ્છ એલ.સી.બીએ દબોચી લીધો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ છેતરપિંડીના કેસમાં છેલ્લાં ચાર વર્ષથી નાસતા ફરતા એક  ભાગેડૂ જયેશ હરીભાઈ ઠક્કર નામના આરોપીને પોલીસે અમદાવાદથી દબોચી લીધો છે. આ શખ્સ વિરુદ્ધ વર્ષ 2021માં ભારતીય ન્યાય સંહિતાની છેતરપિંડી  અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ હતી. પોલીસે આરોપી ઈશમને પકડી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો છે.