બાયઠમાં માનસિક બીમારીથી પીડિત 39 વર્ષીય શખ્સે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

suicide

copy image

suicide
copy image

મૂળ રાજકોટ બાજુના હાલે બાયઠમાં રહેતા માનસિક બીમારીથી પીડિત 39 વર્ષીય યુવાનએ કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વધુ પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી લાંબા સમયથી માનસિક બીમાર હતો તેમજ કોઈ નોકરી-ધંધો ન મળતા હોવાના કારણે ગત દિવસે બપોરના સમયે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.