માંડવીના બિદડા ગામમાં  35 વર્ષીય પરિણીતાનો આપઘાત

copy image

copy image

  માંડવીના બિદડા ગામમાં  35 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવી તાલુકાના બિદડા ગામમાં  રહેતાં દમયંતીબેન નામના પરિણીતાએ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. હતભાગી બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઈ અકળ કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં જ તેમને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.