ઉના ખાતે આવેલ જસાધરામાં પાંચ વર્ષની માસૂમ બાળકી પર ખૂંખાર દીપડાએ કર્યો જીવલેણ હુમલો : ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત

dipdo

copy image

copy image

ઉના ખાતે આવેલ જસાધરા ગામમાં પાંચ વર્ષની માસૂમ બાળકી પર ખૂંખાર દીપડાએ જીવલેણ હુમલો કરી દીધો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ  માસૂમ ગત દિવસે ખેતરમાં રમતી હતી તે દરમ્યાન દીપડાએ તેના પર જાનલેવા હુમલો કરી દીધો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ બાળકીને સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતી બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવેલ હતી જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું છે.બનાવને પગલે સમગ્ર ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. વનવિભાગે દીપડાને ઝડપવા માટે ટ્રેપ ગોઠવી ગણતરીના કલાકોમાં દીપડાને પાંજરે પુર્યો હતો.