કિડાણામાં 28 વર્ષીય યુવાનનો આપઘાત
copy image

ગાંધીધામ ખાતે આવેલ કિડાણામાં 28 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પડાણાના હરિઓમ નગરમાં રહેનાર દિનેશ નામના યુવાને જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. હતભાગી પોતાના ઘરે હતો તે સમયે કોઈ અગમ્ય કારણોસર પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ મોતને ભેટો કરી લીધો હતો. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.