મોડવદર નજીક અજાણ્યા વાહનની હડફેટે 40 વર્ષીય આધેડનું મોત

acc-logo

copy image

copy image

મોડવદર નજીક અજાણ્યા વાહનની હડફેટે 40 વર્ષીય આધેડનું મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઘટના ભચાઉથી ગાંધીધામ જતા ધોરીમાર્ગે મોડવદર પુલિયા નજીક સીતારામ એન્ડ કંપની સામે બની હતી. અહી કંપનીમાં કામ કરનાર અશોકકુમાર પન્ટ્રો નામના આધેડ પગાપાળા ચાલીને જઈ રહ્યા હતા  તે સમયે અજાણ્યા કારચાલકે તેને હડફેટમાં લેતા તેમને ગંભીર  પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ઘાયલ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.