ચિત્રોડ નજીક ટ્રેઇલર અને ટેમ્પો વચ્ચે સર્જાયેલ જીવલેણ અકસ્માતમાં 21 વર્ષીય યુવાનનું મોત

copy image

copy image

ચિત્રોડ નજીક ટ્રેઇલર અને ટેમ્પોમાં અકસ્માત સર્જાતા 21 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ જીવલેણ બનાવ ચિત્રોડ નજીક પાવર હાઉસ પાસે બન્યો હતો. નવી દુધઇમાં રહેનાર રમજુ અને ઇબ્રાહીમ લુહાર નામના યુવાનો ચાંદ્રાણીમાં આવેલ સરહદ ડેરીમાં ગયા હતા, ત્યાંથી ટેમ્પોમાં માલ ભરી પલાંસવા ખાલી કરવા માટે જઈ રહ્યા હતા તે સમય દરમ્યાન આગળ જતાં ટ્રેઇલરમાં આ ટેમ્પો અથડાતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અર્જાયેલ અકસ્માતમાં ટેમ્પોચાલક રમજુનું ગંભીર ઇજાઓના પગલે મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.