વલસાડમાં ચોર ઈશમો કારનો કાચ તોડીને 12 લાખ ઉઠી ગયા

image-112

copy image

copy image

  વલસાડમાં કારનો કાચ તોડી તસ્કરોએ તેમાંથી 12 લાખની રોકડ પર હાથ સાફ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વલસાડના છીપવાડમાં હેરિયર કારમાંથી કાચ તોડીને આ ચોરીના કામને અંજામ આપવામાં આવ્યો છે.  એક વ્યાપરીને પેમેન્ટ આવ્યું હતું જે તેમણે કારમાં મૂકી નજીકની દુકાનમાં ગયા હતા. ત્યારે પાછળથી અજાણ્યા ચોર ઈશમો કારનો કાચ તોડીને કારમાં પડેલી કેશ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા તપાસનો દોર શરૂ કરી દેવાયો છે.