ભચાઉ પો.સ્ટે. વિસ્તા૨માંથી ગેરકાયદેસ૨ હથિયા૨ (બંદુક-૨) સાથે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ -કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી ગેરકાયદેસર હથિયારનાં કેસો શોધી કાઢવા સુચન ક૨વામાં આવેલ હોય જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળેલ કે શબ્બીર કેશર નારેજા ભચાઉ વાળો તથા તેની સાથે અન્ય બે ઇસમો માનસરોવર મેદાન ખાતે પોતના કબજામાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુડ સાથે રાખી ને બેઠેલા છે જેથી તુરંત જ બાતમી વાળી જગ્યાએ પહોચી ચેક ક૨તા ત્યા ત્રણ ઇસમ હથિયાર સાથે જોવા મળેલ જેમને તે હથિયાર બાબતે તથા તેની પરવાનગી બાબતે પૂછતા તે હથિયાર (બંદૂક) ગેરકાયદેસર વગર પાસ પરમીટે પોતાના કબજામાં રાખેલ હોવાનું જણાઈ આવતા તેઓને પકડી પાડી એલસીબી દ્રારા ભચાઉ પો.સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ

(૧) શબ્બીર કેશર નારેજા ઉવ-૩૨ રહે- હીંમતપુરા વિસ્તાર ભચાઉ

(૨) સુલતાન ગુલામ સમા ઉવ-૨૦ રહે- કોલીવાસ શિકારપુર તા-ભચાઉ

(3) હબીબ રમજાન ગાયા ઉવ-૨૩ ૨હે- કોલીવાસ શિકારપુર તા-ભચાઉ

કબ્જે કરેલ મુદ્દામાલ

દેશી હાથ બનાવટની બંદુક નંગ-૨ કિં.રૂ.૧૦,૦૦૦/-

वाहन- १ डि.३.३०,000/-

કુલ મુદામાલ-૪૦,000/-

ગુનાની વિગત

ભચાઉ પો.સ્ટેશનના ગુના નં-૦૧૨૨/૨૦૨૫ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી) (એ)૨૯ તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબ

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.