“માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ડીઝલના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા નવીનકુમાર જોષીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સુરેંન્દ્રસિંહ ઝાલા તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, ઓસ્માણ નોડે રહે. અકલી (ખાવડા) તા.ભુજ વાળો પોતાની ભાડે રાખેલ મહા રુદ્રાણી હોટલ પર છુટક રીતે ડીઝલ નો વેપાર કરે છે. અને તેની પાસે રહેલ ડીઝલ જે ચોરી કે છળકપટથી મેળવેલ છે. અને હાલે આ ડીઝલ નું વેચાણ ચાલુમાં છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા આશરે ૨૦ લીટરની ક્ષમતા વાળા કેરબા નંગ- ૧૦ જેમા કુલ્લે આશરે ૨૦૦/- લીટર ડીઝલ મળી આવેલ જે બાબતે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી.તેમજ જણાવેલ કે આ ડીઝલ જે ટ્રકો મીઠાના પરીવહનમાં ચાલે છે. તેઓ ની પાસેથી બજાર કરતા ઓછા ભાવમાં લઇને તેને વેચાણથી બજાર ભાવમાં આપુ છું. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.
:• કબ્જે કરેલ મુદ્દામાલ
- ૨૦૦ લીટર ડીઝલ કી.રૂ. ૧૮,૦૦૦/-
- મોબાઇલ ફોન નંગ – ૧ કી. રૂા.૫,૦૦૦/-
- પકડાયેલ ઇસમ
- ઓસ્માણ મલુક નોડે ઉ.વ.૩૧ રહે. મસ્જીદ ની બાજુમાં અકલી(ખાવડા) તા.ભુજ