ભુજમાં 15 વર્ષીય સગીરાની છેડતી કરનાર ઈશમ નામજોગ ફરિયાદ નોંધાઈ

copy image

ભુજમાં 15 વર્ષીય સગીરાની છેડતી કરનાર ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી શખ્સે ગત તા. 25/1ના પોતાની બાઈક પર આવી ફરિયાદીની 15 વર્ષીય સગીર દીકરીનો હાથ પકડી છેડતી કરી મોબાઈલ પર વાત કરવા ધમકી આપેલ હતી. ઉપરાંત ફોન કરવા મજબૂર કરી હતી. આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.