ભચાઉમાં કામ કરતી વેળાએ મજૂર ચક્કર ખાઈને પડ્યો : હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયો

copy image

ભચાઉમાં ઉમિયા ગેરેજમાં શંકાસ્પદ મોત થયું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ગેરેજમાં મૂળ ઉત્તર પ્રદેશનો ઉમેશ વિશ્વકર્મા નામનો યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે કામ કરતી વેળાએ તેને અચાનક ચક્કર આવ્યા અને ત્યાર બાદ મોઢામાંથી ફીણ બહાર આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.