ફતેહગઢ-હમીરપર કેનાલમાં ડુબી જવાના કારણે 22 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો

Swimmer floating on his back.

copy image

copy image

ફતેહગઢ-હમીરપર કેનાલમાં ડુબી જવાના કારણે 22 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભીમાસર સોલંકીવાસમાં રહેનાર 22 વર્ષીય રમેશ બાબુ સોલંકી નામનો યુવાન  કેનાલ પાસે ગયો હતો. ત્યારે કોઈ કારણે કેનાલમાં પડી જતાં પાણીમાં ડૂબી ગયો હતો. બનાવની જાણ થતાં આ યુવાનની શોધખોળ કરવામાં આવેલ હતી. જેમાં ગત દિવસે યુવાનનો મૂતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.