અંજારમાંથી જાહેરમાં આંકડો લેતા એક ઈશમને પોલીસે દબોચ્યો

copy image

અંજારમાંથી જાહેરમાં આંકડો લેતા એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર શહેરમાં પ્રજાપતિ છાત્રાલય નજીક રહેતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પકડાયેલ શખ્સ અન્ય લોકો પાસેથી આંકડા લઇ પેન વડે પાનામાં આંકડા લખી રહ્યો હતો. ત્યારે પોલીસે તેને ઝડપી લઈ તેની પાસેથી રોકડ રૂા. 410 સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.