માંડવીમાં ટેમ્પોમાંથી થયેલ બેટરી ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે બે આરોપીઓને પોલીસે ઝડપ્યા
copy image

માંડવીમાં ટેમ્પોમાંથી થયેલ બેટરી ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે બે આરોપી શખ્સોને માંડવી પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 12/2ના રાતથી સવાર દરમ્યાન ટેમ્પોમાં બદલાવવામાં આવેલ બેટરીની ચોરી થતાં પોલીસ અમથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ દરમ્યાન માંડવી પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, બે ઈસમો રિક્ષાથી માંડવી બાયપાસ પરથી ચોરીનો મુદ્દામાલ વેચવા માટે જવાના છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા રિક્ષાને અટકાવી તેની તપાસ હાથ ધરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ સાથે બે શખ્સોની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.