સુરતમાંથી વધુ એક બોગસ ડોક્ટર પોલીસની પકડમાં

copy image

copy image

સુરતમાંથી વધુ એક બોગસ ડોક્ટર પોલીસની પકડમાં આવી ગયો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી આ ઝોલા છાપ તબીબને પોલીસે દબોચી લીધો છે. જાણવા મળી રહ્યું છે કે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા પૂર્વ બાતમીના આધારે રેડ પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જેમાં દવાના જથ્થા તેમજ ડોકટરીના સાધનો સાથે બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.