સુરતમાં ચોકાવનાર બનાવ આવ્યો સપાટી પર : યુવાને યુવતીનું ગળું કાપી કરી હત્યા બાદમાં પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાસ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે સુરતમાં ચોકાવનાર બનાવ સામે આવી રહ્યો છે, જેમાં એક યુવાને ચપ્પા વડે યુવતીનું ગળું કાપી હત્યા કરી હતી ઉપરાંત બાદમાં આ યુવાને પોતે પણ ચપ્પુ વડે પોતાનું ગળી કાપી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.  જાણવા મળી રહ્યું છે કે આ બનાવ માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર બન્યો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અનુસાર હુમલાખોર યુવક નર્મદાના ગરુડેશ્વરનો વતની હતો. આ યુવાને ચપ્પા વડે યુવતીનું ગળું કાપી હત્યા કરી દીધી હતી જેમાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાદમાં પોતે ચપ્પુ વડે પોતાનું ગળી કાપી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.