ભાવનગરમાં કૉંક્રીટ ભરેલી ટ્રક પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ : બેનાં દબાઈ જવાના કારણે મોત

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભાવનગર ખાતે આવેલ ઘોઘારોડ લીંબડિયુ વિસ્તારમાં કૉંક્રીટ ભરેલી ટ્રક પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગરના ઘોઘારોડ લીંબડિયુ ખાતે કન્સ્ટ્રક્શન સાઇટનું કામ ચાલુ હતું તે સમયે સાઇટ પર જમીન પોલી પડી જતા કોંક્રીટ RMC ડમ્પર પલટી ગયું હતું જેમાં 2 લોકો દબાયા હતા. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં બંને વ્યક્તિઓના મોત થયા છે.