ધોળકાના ખારા કુવા વિસ્તારમાંથી એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં ગળે ફાંસો ખાધેલ મૃતદેહ મળી આવતા ચકચાર

copy image

અમદાવાદ ખાતે આવેલ ધોળકાના ખારા કુવા વિસ્તારમાંથી એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં ગળે ફાંસો ખાધેલ મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ વિસ્તારમાંથી મળી આવેલ બિહારી યુવતી સાથે રેપ વિથ મર્ડર થયું હોવાની આશંકા જાહેર કરાઈ છે. બનાવની જાણ થતાં જ સમગ્ર પોલીસની ટીમ તરત બનાવ સ્થળ પર પહોંચી હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ બનાવ અંગે પોલીસે પૂછતાછનો દોર શરૂ કરી દીધો છે.