“પશ્ચિમ કચ્છ જીલ્લા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂના બે કેશ શોધી કુલ્લે કિં.રૂ.૩૦,૫૮,૧૯૦/- નો મુદ્દામાલ પકડી તેમજ આધાર પુરાવા વગરના કુલ્લે રૂ. ૧૬,૭૦,૦૦૦/- ના ચોખાનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ નાઓએ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ આધાર-પુરાવા વગરની ચીજવસ્તુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ.

જે સુચનાના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજની પોલીસ ટીમ દ્વારા માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ તથા વોચ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી.

કેશ – ૦૧

પેટ્રોલિંગ તથા વોચ દરમિયાન ખાનગી બાતમી હકીકત મળેલ કે, યુવરાજસિંહ વજુભા જાડેજા રહે.ત્રગડી તા.માંડવી વાળો તેના મળતીયા (૧) મેહુલસિંહ ચંદુભા ઝાલા રહે.માંડવી તથા (૨) રામદેવસિંહ ચંદુભા ઝાલા રહે.માંડવી (૩) દિવ્યરાજસિંહ સુરુભા જાડેજા રહે. ત્રગડી તા.માંડવી તથા (૪) પારસ મયુરગર ગૌસ્વામી રહે. ત્રગડી તા.માંડવી વાળાઓ સાથે મળી યુવરાજસિંહની ત્રગડી થી મીઠા પોર્ટ તરફ જતા રસ્તા પર આવેલ પોતાની કબ્જા ભોગવટાની ત્રગડી ગામ સીમ સર્વે નં.૩૪૬ વાળી વાડીમાં ઘાસના ગોડાઉનમાં છુપો રૂમ બનાવી તે રૂમની અંદર ગુજરાત રાજ્ય બહાર થી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મંગાવેલ છે અને તે ભારતીય બનાવટનો વિદેશીદારુનો જથ્થો તે છુપા રૂમમાં સંતાડેલ છે.

આ બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશીદારૂનો મોટો જથ્થો મળી આવેલ. જેથી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ મુદ્દામાલ કબ્જે કરી માંડવી મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૫૬/૨૦૨૬ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ ૧૯૪૯ની કલમ ૬૫(એ) (ઇ). ૧૧૬(બી).૮૧.૮૩ મુજબ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ.

કેશ – ૦૨

પેટ્રોલિંગ તથા વોચ દરમિયાન ખાનગી બાતમી હકીકત મળેલ કે, યુવરાજસિંહ ઉર્ફે ટીટી મનુભા જાડેજા રહે.ત્રગડી તા.માંડવી વાળાએ પોતાના રહેણાક મકાનની બાજુમાં આવેલ પતરાના સેડ વાડી ઓરડીની બાજુમા એક ગુપ્ત રૂમ બનાવી તે રૂમની અંદર ગુજરાત રાજ્ય બહાર થી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો સંતાડેલ છે.

આ બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશીદારૂનો મોટો જથ્થો મળી આવેલ. જેથી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ મુદ્દામાલ કબ્જે કરી માંડવી મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૫૭/૨૦૨૬ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ ૧૯૪૯ની કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી) મુજબ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ.

કેશ – ૦૩

પેટ્રોલિંગ તથા વોચ દરમિયાન ખાનગી બાતમી હકીકત મળેલ કે, ત્રગડી ગામથી મીઠા પોર્ટ તરફ જતા કાચા રસ્તા પર એક ટ્રેલર ટ્રકમાં બાવળની ઝાડીમાં શંકાસ્પદ રીતે ઉભેલ છે અને તે ટ્રેલરમાં ચોખાની બોરીઓ ભરેલ છે તે ચોરી કે છળકપટથી મેળવેલ છે અને સગેવગે કરવાની ફીરાકમાં છે.

સદર બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરી તપાસ કરતાં ટાટા કંપનીનું ટ્રોલીવાળું એક ટ્રેલર મળી આવેલ, જેમાં ૫૦ કિ.ગ્રા. વજનની કુલ ૮૩૫ બોરીઓ ભરેલી હતી. તેમજ સ્થળ ઉપર ટાટા કંપનીનો અન્ય એક આઈવા ટ્રક પણ મળી આવેલ હતો. રેડ દરમિયાન આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય, જેથી મળી આવેલ તમામ મુદામાલ બી.એન.એસ.એસ.ની કલમ ૧૦૬ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે.