શંકાસ્પદ સિમેન્ટની 60 ગુણી સાથે એક શખ્સ પોલીસના સકંજામાં
copy image

શંકાસ્પદ સિમેન્ટની 60 ગુણી સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, શંકાસ્પદ સિમેન્ટની થેલીઓ વેચવા કોડકીથી એક શખ્સ ભુજ તરફ આવે છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાડી ગાડી આવતા તેને રોકાવી તપાસ કરવામાં આવી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ તપાસ દરમ્યાન આ ટેમ્પોમાંથી 60 સિમેન્ટની છુટ્ટી ગુણી નીકળી પડી હતી. આ સિમેંટના જથ્થા અંગે પૂછતાછ કરતાં તે કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.