ગાંધીનગર ત્રણ ગાડીઓ વચ્ચે થઈ જોરદાર ટક્કર : એકનું મોત

copy image

copy image

આપણાં રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સપાટી પર આવ્યો હતો. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીનગરમાં આ બનાવ ગત મોડી રાત્રીના સમયે બન્યો હતો. ગાંધીનગરના આવેલા મહાત્મા મંદિર નજીક માર્ગ પર ત્રણ ગાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ત્રિપલ અકસ્માતમાં એટલી તીવ્ર ટક્કર થઈ હતી કે કાર ડૂચો વળી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં એકનું મોત થયું છે.