બારોઇમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ખેલી રોકડા રૂા. 55 હજાર સાથે જપ્ત

jugar

copy image

copy image

મુંદરાના બારોઇમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ખેલીને રોકડા રૂા. 55,100ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે ઝડપી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢયો છે.મળતી માહિતી મુજબ તા. 18/8ના મધ્ય રાતે મુંદરા પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળેલ કે, બારોઇ ગામે ખારીમીઠી રોડ મકાન નજીક લાઇટના અજવાળામાં જુગાર રમાઇ રહ્યો છે. પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા પાંચ આરોપીને રોકડા રૂા. 55,100ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.